ભારતને UNSCમાં કાયમી સભ્યપદ માટે એલન મસ્ક અને અમેરિકાનું સમર્થન

  -/1
by garvigujarat
Published: April 20, 2024 (2 weeks ago)
યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માં ભારતને કાયમી સભ્યપદ આપવાનો મુદ્દો તાજેતરમાં ફરીથી ઊઠ્યો હતો. ટેસ્લાના વડા એલન મસ્ક અને અમેરિકાએ યુએનમાં સુધારા માટે સમર્થનની રજૂઆત કરી છે, આ માહિતી અમેરિકી વિદેશ વિભાગના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે આપી હતી. તેમણે UNSCમાં એલન મસ્કના નિવેદન અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રેસિડેન્ટ જો બાઇડેને યુએન એસેમ્બલીમાં પોતાની ટિપ્પણીમાં પ્રથમ આ મુદ્દે વાત કરી હતી. ટેસ્લાના CEO એલન મસ્કે થોડા મહિના પહેલાં UNSCમાં ભારતના કાયમી સભ્યપદ આપવાની ભલામણ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત, કાઉન્સિલનું કાયમી સભ્ય ન હોય તે અયોગ્ય છે. હવે અમેરિકાએ પણ મસ્કનું સમર્થન કર્યું છે. અમેરિકાએ યુએનમાં સુધારાની માગને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, વોશિંગ્ટન પણ ઈચ્છે છે કે UNSCમાં સુધારો કરવામાં આવે, જેથી તે 21મી સદીની સાચી તસવીર રજૂ કરી શકે.