અમેરિકાના સેન એન્ટોનિયોમાં પોલીસના ફાયરિંગના ભારતીય મૂળના એક વ્યક્તિનું મોત થયું હતું. હુમલાના કેસના સંબંધમાં પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ બે પોલીસ અધિકારીઓ પર તેનું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સચિન સાહૂને 21 એપ્રિલે પોલીસ અધિકારી ટાયલર ટર્નરે ગોળી માર્યા બાદ તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સાહૂ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તે અમેરિકન નાગરિક હોવાની શક્યતા છે. સચિન સાહૂની ભૂતપૂર્વ પત્નીએ જણાવ્યું હતું કે તે માનસિક રીતે બીમાર હતો. એક મારામારીના કેસમાં પોલીસ તેને પકડવા ગઈ ત્યારે ડખો થયો અને પોલીસે તેને ગોળી મારી દીધી હતી.