હેપેટાઇટિસ B અને Cના કેસોના મામલામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે

  -/1
by garvigujarat
Published: April 12, 2024 (1 month ago)
ભારતમાં હેપેટાઈટીસ બી અને સીના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. 2022માં ભારત હેપેટાઈટીસ-બી અને સીના કેસોના સંદર્ભમાં ચીન પછી બીજા ક્રમે રહ્યું હતું. દેશોમાં 35 મિલિયન કેસ કેસ નોંધાયા હતાં, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના અહેવાલમાં જણાવાયું હતું. હેપેટાઇટિસ લીવરમાં સોજાની બિમારી છે. તેનાથી આરોગ્યની વિવિધ સમસ્યા ઊભી થઈ શકે છે અને તે જીવલેણ પણ બની શકે છે. મંગળવારે જારી કરાયેલા WHOના 2024 ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે 2022માં 254 મિલિયન લોકો હેપેટાઇટિસ-બી અને 50 મિલિયન લોકો હેપેટાઇટિસ-સીથી પીડિત હતાં. વાયરલ હેપેટાઇટિસના કેસોમાં ભારત ચીન પછી બીજા ક્રમે રહ્યું હતું. ભારતમાં 2022માં 298 કરોડ હેપેટાઇટિસ-બીના કેસ નોંધ્યા હતાં જ્યારે હેપેટાઇટિસ-સીના કેસની સંખ્યા 55 લાખ હતી. ચીનમાં હેપેટાઇટિસ-બી અને સીના 8.3 કરોડ કેસ નોંધાયા હતાં, જે વિશ્વમાં કુલ કેસોના આશરે 27.5 ટકા હતાં. 3.5 કરોડ કેસો સાથે ભારતમાં વિશ્વના કુલ કેસના આશરે 11.6 ટકા કેસો નોંધાયા હતા. 275 words.. હેપેટાઇટિસ વાયરસના પાંચ મુખ્ય પ્રકારો છે, જેને A, B, C, D અને E તરીકે ઓળખવામાં આવે છે. આ તમામ પ્રકારના હેપેટાઇટિસ લિવરની બીમારી ઊભી કરે છે. જોકે સંક્રમણ, બીમારીની તીવ્રતા, ભૌગોલિક વિતરણ અને ઉપચારની પદ્ધતિ અલગ અલગ હોય છે. ખાસ કરીને B અને C લાખો લોકોમાં જટિલ બીમારી ઊભી કરે છે. આ બંને વાયરસ એકસાથે હોય તો તેનાથી લિવર સિરોસિસ, લિવર કેન્સર જેવી ગંભીર બીમારી લાવી શકે છે. તેનાથી મોત પણ થઈ શકે છે.