વિધાનસભાની 5 બેઠકો માટે 27 ઉમેદવારો મેદાનમાં

  -/1
by garvigujarat
Published: April 24, 2024 (2 months ago)
ગુજરાતમાં સાત મેએ વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો પર પણ મતદાન થવાનું છે. આ પાંચ બેઠકો પર કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે. પાંચ વિધાનસભા બેઠકો પર કુલ 27 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. જોકે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી પાંછી ખેચી હતી. રાજ્યમાં ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર માટે સાત મેએ મતદાન થશે. માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા અને પોરબંદરના અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય તરીકે રાજીનામું આપતા આ બેઠકો ખાલી પડી હતી. આ તમામ કોંગ્રેસ નેતાઓ પછીથી ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું.