યુકેમાં પરિવારજનોને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવાનું વધુ મોંઘુ થયું

  -/1
by garvigujarat
Published: April 13, 2024 (2 months ago)
યુકેમાં પોતાના પરિવારજનોને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવા ઈચ્છતા લોકો માટે જરૂરી લઘુતમ આવકની મર્યાદામાં તાજેતરમાં 55 ટકા જેટલો મોટો વધારો સરકારે કર્યો છે. યુકે સરકારના આ નિર્ણયથી ભારતીય સહિત અન્ય મૂળના બ્રિટિશ નાગરિકો તથા ઇમિગ્રન્ટ્સ માટે ફેમિલી વિઝા દ્વારા પોતાના પરિવારજનોને સ્પોન્સર કરવાનું મુશ્કેલ બનશે. ગત વર્ષે સરકાર દ્વારા જાહેર કરાયેલ પગારની મર્યાદામાં વધારો કરાયાને પગલે આ નિર્ણય લેવાયો છે.