ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ બીજેપી દ્વારા અમેરિકામાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં કાર્યક્રમો યોજાયા

  -/1
by garvigujarat
Published: April 20, 2024 (1 month ago)
અમેરિકામાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP)ના પ્રેસિડેન્ટ ડો. અદાપા પ્રસાદના નેતૃત્ત્વમાં 14 એપ્રિલના રોજ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે મોદી કા પરિવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ ભાજપના સમર્થનમાં આવી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂયોર્કના કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સેંકડો લોકો એકત્ર થયા હતા અને એવો સંદેશો પ્રસરાવ્યો હતો કે, મોદીનો પરિવાર વિશ્વભરમાં ફેલાયેલો છે. મોદીના સમર્થનમાં લોકોએ ઝંડા, બેનર અને સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા.